ચાબુકના એક ફટકાથી આ ભાઈએ એકસાથે ૪૨ મીણબત્તી ઓલવી નાખી

20 March, 2023 02:49 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

 આ અગાઉ ચીનના જ યુ હાઇચુઆને ૨૦૨૧ની ૨૭ ઑક્ટોબરે નાનચાકુની મદદથી એક મિનિટમાં ૮૨ મીણબત્તી ઓલવી નાખી હતી. 

ચીનના વાંગ ચુઆનફીએ ચાબુકના એક જ ફટકાથી એકસાથે ૪૨ મીણબત્તી બુઝાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન અંકે કર્યું હતું. 

એક સમયે એકસાથે કેટલી મીણબત્તી બુઝાવી શકાય એવો પ્રશ્ન જો કોઈને કરીએ તો પાંચ કે દસથી વધુ ભાગ્યે જ કોઈ કહેશે, પણ ચીનના વાંગ ચુઆનફી નામના એક ભાઈએ ચાબુકના એક જ ફટકાથી એકસાથે ૪૨ મીણબત્તી બુઝાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન અંકે કર્યું હતું. 

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે શુક્રવારે ટ્વિટર પર આ વિડિયો-ક્લિપ સ્લો મોશનમાં મૂકીને વાંગની સિદ્ધિને બિરદાવી હતી, જેણે રાતોરાત તેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડધારક બનાવ્યો હતો.  

કૅન્ડલ બુઝાવવાના અન્ય રેકૉર્ડ પણ ગિનેસ બુકમાં નોંધાયેલા છે, જેમાં ૨૦૨૨ની ૧૦ નવેમ્બરે ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના ઍન્થની કેલી નામના માર્શલ આર્ટિસ્ટે હાથના એક ફટકાથી ૩૭ કૅન્ડલ ઓલવી નાખી હતી. 

 આ અગાઉ ચીનના જ યુ હાઇચુઆને ૨૦૨૧ની ૨૭ ઑક્ટોબરે નાનચાકુની મદદથી એક મિનિટમાં ૮૨ મીણબત્તી ઓલવી નાખી હતી. 

 ભારતના આંધ્ર પ્રદેશની અનુરાધા આઇ મંડલે ૧૨ વર્ષ પહેલાં ૨૦૧૧ની ૧૧ ફેબ્રુઆરીએ તેના ચોટલાનો એક ઝાટકો મારીને એક મિનિટમાં ૨૬ કૅન્ડલ બુઝાવી દીધી હતી. 

offbeat news international news china guinness book of world records beijing