✕

ચીનમાં પેસ્ટ્રીની સાથે કૉક્રૉચ જેવા કીડા પીરસાય છે

30 October, 2026 12:59 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

કૉક્રૉચ જેવો દેખાતો આ કીડો ડાઇવિંગ બીટલ છે. આ બીટલ ખૂબ વાસ મારતા હોય છે એટલે એને ચોક્કસ તાપમાને તળી લેવામાં આવે છે. એને કરકરા બનાવવા માટે એની પાંખો પણ રાખવામાં આવે છે. આ તળેલાં બીટલ્સ ટાર્ટ પેસ્ટ્રી પર સજાવીને અપાય છે.

ચીનમાં પેસ્ટ્રીની સાથે કૉક્રૉચ

ચીનાઓને કીડા-મકોડા ખાવામાં કોઈ જ છોછ નથી પરંતુ હવે ચીનમાં મીઠાઈમાં પણ કીડા વેચાવા લાગ્યા છે. તાજેતરમાં એક પેસ્ટ્રી ડિશ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે એમાં એક કૉક્રૉચ જેવો કીડો છે. ગ્વાંગડૉન્ગ પ્રાંતમાં આવેલી એક રેસ્ટોરાંએ હજી આ મહિને જ નવી વાનગી ઇન્ટ્રોડ્યુસ કરી છે જેમાં પેસ્ટ્રીની વચ્ચે કીડો મૂકવામાં આવે છે. કૉક્રૉચ જેવો દેખાતો આ કીડો ડાઇવિંગ બીટલ છે. આ બીટલ ખૂબ વાસ મારતા હોય છે એટલે એને ચોક્કસ તાપમાને તળી લેવામાં આવે છે. એને કરકરા બનાવવા માટે એની પાંખો પણ રાખવામાં આવે છે. આ તળેલાં બીટલ્સ ટાર્ટ પેસ્ટ્રી પર સજાવીને અપાય છે. ચીની રેસ્ટોરાંમાં એ ધૂમ વેચાય છે.

china international news world news social networking site social media offbeat news viral post