✕

સ્પાઇડરમૅનના ગ્રીન ગોબ્લિનથી પ્રેરિત થઈને ચીની બ્લૉગરે બનાવ્યું હવામાં ઊડતું સ્કેટબોર્ડ

19 October, 2026 03:34 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

હૉલીવુડની સુપરહીરો ફિલ્મ ‘સ્પાઇડરમૅન’માં વિલન ગ્રીન ગોબ્લિનને હવામાં સ્કેટબોર્ડ પર ઊડતો જોઈને કરોડો દર્શકો રોમાંચિત થઈ ઊઠતા હતા. આ કાલ્પનિક સાયન્સ-ફિક્શન દૃશ્યને એક યુવાને હકીકતમાં ફેરવી બતાવ્યું છે.

સ્પાઇડરમૅનના ગ્રીન ગોબ્લિનથી પ્રેરિત થઈને ચીની બ્લૉગરે બનાવ્યું હવામાં ઊડતું સ્કેટબોર્ડ

હૉલીવુડની સુપરહીરો ફિલ્મ ‘સ્પાઇડરમૅન’માં વિલન ગ્રીન ગોબ્લિનને હવામાં સ્કેટબોર્ડ પર ઊડતો જોઈને કરોડો દર્શકો રોમાંચિત થઈ ઊઠતા હતા. આ કાલ્પનિક સાયન્સ-ફિક્શન દૃશ્યને એક યુવાને હકીકતમાં ફેરવી બતાવ્યું છે. ચીનના જેન-ઝી ટેક-બ્લૉગર અમેઝિંગ આયુ (Amazing Ayu)એ પોતાના દમ પર એક એવું સ્કેટબોર્ડ બનાવ્યું છે જે કોઈ પણ માણસને હવામાં ઉડાડી શકે છે.
શાંઘાઈમાં ૧૩ ઑક્ટોબરે આ રિયલ-લાઇફ ‘ગોબ્લિન ગ્લાઇડર’નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બે મહિના કરતાં વધુ સમયની સખત મહેનત અને અનેક નિષ્ફળતા બાદ આ અનોખું સ્કેટબોર્ડ તૈયાર થઈ શક્યું હતું.
શરૂઆતમાં બ્લૉગરે આ બોર્ડ માટે જેટ એન્જિનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ટેસ્ટિંગ દરમ્યાન એમાં અચાનક આગ લાગી ગઈ હતી. ત્યાર બાદ તેણે ડિઝાઇન બદલીને ઇલેક્ટ્રિક પાવર પર કામ શરૂ કર્યું. તેણે બોર્ડમાં ૧૦ શક્તિશાળી ઇલેક્ટ્રિક રૉટર્સ ફિટ કર્યાં, જે આશરે ૬૬૦ પાઉન્ડ એટલે કે લગભગ ૩૦૦ કિલો જેટલો જોરદાર થ્રસ્ટ જનરેટ કરે છે. આ પાવરના સહારે એક પુખ્ત વ્યક્તિ આસાનીથી હવામાં ઊડીને સંતુલન બનાવી શકે છે.
આ ફ્લાઇંગ બોર્ડની સૌથી મોટી ખાસિયત એની હાઈ-ટેક સુરક્ષા-સિસ્ટમ છે. હવામાં સંતુલન બગડે નહીં એ માટે આ બોર્ડમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અસિસ્ટન્ટ ઇન-બિલ્ટ કરવામાં આવ્યું છે.

offbeat news technology news tech news china international news