એક મહિલાએ જાહેરખબર આપીઃ દીકરી જોઈએ છે, મહિને ૩૫,૦૦૦ પગાર મળશે

02 December, 2025 11:20 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

જાહેરખબર પણ આપી છે. દીકરીને ૩૫,૦૦૦નો પગાર તો મળશે જ, પણ તેના મૃત્યુ પછી દીકરી તરીકેના હકોમાં પણ તેને ભાગ મળશે

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં મા નામની એક બુઝુર્ગ મહિલાને બે દીકરીઓ છે. બન્ને દીકરીઓને મોટી કરવામાં તેણે પોતાનું જીવન ગાળી દીધું. મોટી દીકરીએ ભણીગણીને પોતાની અલગ દુનિયા વસાવી લીધી અને માને છોડી દીધી, જ્યારે બીજી નાની દીકરી માનસિક રીતે અક્ષમ છે. હવે માની ઉંમર થઈ ગઈ છે અને તેને દીકરીઓ વિના ઘર સૂનું લાગે છે. ચિંતા પણ છે કે પોતાના ગયા પછી પોતાની નાની દીકરીનું શું થશે? આ ચિંતાનો ઉકેલ લાવવા માટે તેણે જાહેરખબર આપી છે. તેણે કોઈ એવી છોકરી કે મહિલાને ‘દીકરી’ તરીકે નોકરીએ રાખવાનું વિચાર્યું છે જે તેની સાથે ઇમોશનલી દીકરીની જેમ જોડાય. એ માટે જાહેરખબર પણ આપી છે. દીકરીને ૩૫,૦૦૦નો પગાર તો મળશે જ, પણ તેના મૃત્યુ પછી દીકરી તરીકેના હકોમાં પણ તેને ભાગ મળશે. માએ એક ફ્લૅટ હાયર કરેલી દીકરીના નામે કરવાનું પણ કહ્યું છે. આ બધાના બદલામાં દીકરી બનીને તેણે માનું એક મમ્મીની જેમ ધ્યાન રાખવું પડશે. આ દીકરીને હાયર કરતાં પહેલાં તેની સાથે લાઇફટાઇમ કૉન્ટ્રૅક્ટ પણ બનશે. 

offbeat news international news world news social media china