કૉલેજના ક્લાસરૂમમાં બિઅર સાથે ઊજવાઈ બર્થ-ડે પાર્ટી

14 February, 2025 07:01 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

કૉલેજના વિદ્યાર્થીઓએ કૉલેજના ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થીની બર્થ-ડે પાર્ટી યુનિફૉર્મમાં જ ઊજવી હતી અને એમાં એક મહિલા પ્રોફેસર રીના પાંડેય પણ સામેલ થયાં હતાં.

કૉલેજના ક્લાસરૂમમાં બિઅર સાથે ઊજવાઈ બર્થ-ડે પાર્ટી

મધ્ય પ્રદેશના રીવાની એક ગવર્નમેન્ટ કૉલેજની ‘ક્લાસ રૂમ બર્થ-ડે બિઅર પાર્ટી’ ચર્ચાનો વિષય બની છે. કૉલેજના વિદ્યાર્થીઓએ કૉલેજના ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થીની બર્થ-ડે પાર્ટી યુનિફૉર્મમાં જ ઊજવી હતી અને એમાં એક મહિલા પ્રોફેસર રીના પાંડેય પણ સામેલ થયાં હતાં. આ બર્થ-ડે પાર્ટીમાં પ્રોફેસરના ટેબલ પર કેક સજાવી, કેકમાં કૅન્ડલ મૂકી કેક-કટિંગ કરવામાં આવ્યું હતું. કેક-કટિંગ બાદ પ્રોફેસરે કેક વિદ્યાર્થીઓને ખવડાવી હતી ત્યારે પાર્ટીમાં શૅમ્પેનની છોળો ઊડે એમ અમુક વિદ્યાર્થીઓએ બિઅરની બૉટલ શેક કરી એનાં ફીણ ઉડાડ્યાં હતાં. બીજા વિદ્યાર્થીઓ તાળી પાડી રહ્યા હતા. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો એ પછી ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે.

offbeat news madhya pradesh viral videos national news happy birthday