ચીનમાં ૬૦૦ રૂપિયામાં મળે છે કૉક્રૉચ કૉફી

23 November, 2025 01:42 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનની રાજધાની બીજિંગમાં એક ઇન્સેક્ટ મ્યુઝિયમ છે. એની કૉફીશૉપના મેનુમાં ક્રૉલી-ક્રૉલી કૉફી છે

ક્રૉલી-ક્રૉલી કૉફી

જીવાત કે પ્રાણીઓ ખાવાની બાબતમાં ચીનાઓને કોઈ ન પહોંચે. ચીનની રાજધાની બીજિંગમાં એક ઇન્સેક્ટ મ્યુઝિયમ છે. એની કૉફીશૉપના મેનુમાં ક્રૉલી-ક્રૉલી કૉફી છે. આ પીણું કૉક્રૉચપ્રેમીઓ માટે છે. એમાં કૉફીની ઉપર ડ્રાય કૉક્રૉચનો પાઉડર છાંટવામાં આવે છે. અહીં એક બીજી પીળા રંગના વર્મ્સની કૉફી પણ મળે છે. ટેસ્ટ કરનારા લોકોનું કહેવું છે કે આ કૉફી સ્વાદમાં થોડીક ખાટી હોય છે અને એમાં બળી ગયાની સ્મેલ ફ્લેવરનું કામ કરે છે. થોડા દિવસ પહેલાં જ આ કૉફી લૉન્ચ કરવામાં આવી છે જે ખૂબ ટૂંકા સમયમાં ખૂબ ફેમસ થઈ ગઈ છે. 

offbeat news china international travel food international news world news food news