11 January, 2026 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાથ પર ગરમ ચા રેડીને થઈ રહી છે લૉયલ્ટી ટેસ્ટ
સંબંધોની દુનિયામાં હવે વફાદારી સાબિત કરવા માટે જાતજાતના અખતરાઓ અને પરીક્ષાઓ કરવામાં આવે છે. એમાં ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ટ્રેન્ડ છે લૉયલ્ટી એટલે કે વફાદારીની પરીક્ષાનો. એ ટેસ્ટ માટે કપલે એકબીજા સાથે હાથ મિલાવવાનો રહે છે અને એ વખતે જ મિલાવેલા હાથ પર ગરમાગરમ ચા રેડવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગરમ ચાને કારણે દઝાવાથી હાથ પાછો ખેંચી લે તો તે વફાદાર નથી એવું માનવામાં આવે છે. ગરમ ચાને કારણે છોકરો કે છોકરી બેમાંથી કોઈએ પણ હાથ હટાવી લીધો તો તે સંબંધોમાં લૉયલ નથી એવું મનાય છે. સાંભળવામાં અજીબ લાગતો આ ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.