પડ પહાણા પગ પર : લોકોના ટાંટિયા ભાંગી રહ્યો છે ટિકટૉકનો નવો ટ્રેન્ડ

04 April, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

#droppingthingsonmyfoot ટ્રેન્ડ માટે લોકો દિમાગ વિનાનું પરાક્રમ કરવાની હોડમાં ઊતર્યા છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

છેલ્લા થોડાક દિવસોથી ટિકટૉક પર એક ગજબની દિમાગ વિનાની ચૅલેન્જ ટ્રેન્ડ થઈ રહી છે. #droppingthingsonmyfoot ટૅગ કરીને લોકો પોતાના પગ પર ભારેખમ ચીજો પાડી રહ્યા છે. ઘરમાં જ મળી આવતી ભારે ચીજ જેમ કે ઍર ફ્રાયર, ટોસ્ટર, વૅક્યુમ ક્લીનર, ટેબલ, ખુરશી, કુકર જેવી કોઈ પણ ચીજ પોતાના જ પગ પર પછાડવાની અને આ ઘટનાનો વિડિયો લઈને ટિકટૉક પર પોસ્ટ કરવાનો. આ ટ્રેન્ડને કારણે અનેક લોકોના પગનાં હાડકાં તૂટી રહ્યાં છે, પગમાં મોચ આવી છે અને વજનદાર ચીજ પડવાને કારણે દિવસો સુધી પગમાં પીડાની ફરિયાદ રહે છે અને છતાં #droppingthingsonmyfoot ટ્રેન્ડ માટે લોકો દિમાગ વિનાનું પરાક્રમ કરવાની હોડમાં ઊતર્યા છે. 

પગના સ્વાસ્થ્યની જાળવણી માટેના નિષ્ણાતો જેમને પોડિયાટ્રિસ્ટ્સ કહેવાય છે તેમણે અનેક વાર આ ટ્રેન્ડને કારણે પગને થતા નુકસાન બાબતે લાલ બત્તી કરી છે, પરંતુ વાઇરલ ટ્રેન્ડને ફૉલો કરનારાઓની કમી નથી. હવે તો કેટલાક લોકો આ ટ્રેન્ડને કારણે તેમના પગને કેટલી ઇન્જરી થઈ છે એના વિડિયો પણ પોસ્ટ કરવા લાગ્યા છે. 

offbeat news social media national news india tiktok viral videos