એક બહૂ ઐસી ભી: સાસુને ટબમાં માથે ઊંચકીને વહુએ કરી વૃંદાવનની ૮૪ કોસની પરિક્રમા

04 June, 2026 01:09 PM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

વૃંદાવનમાં વ્રજ ૮૪ કોસની પરિક્રમામાં એક મહિલાએ સેવા, સમર્પણ અને આસ્થાની મિસાલ રજૂ કરી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વૃંદાવનમાં વ્રજ ૮૪ કોસની પરિક્રમામાં એક મહિલાએ સેવા, સમર્પણ અને આસ્થાની મિસાલ રજૂ કરી હતી. તેણે પોતાનાં સાસુની ઇચ્છા પૂરી કરી હતી અને સાસુને માથે ઊંચકીને ૮૪ કોસની પરિક્રમા કરી હતી. વૃદ્ધાવસ્થા અને શારીરિક નબળાઈને કારણે સાસુમા ચાલી શકતાં નહોતાં એટલે પગપાળા ૮૪ કોસની યાત્રા કરવાનું સંભવ નહોતું. એમ છતાં તેમના મનમાં ઘણા સમયથી વ્રજની પરિક્રમા કરવાની ઇચ્છા ઊંડે ધરબાયેલી હતી. સાસુની આ ઇચ્છાને પૂરી કરવાનો સંકલ્પ તેની વહુએ લીધો હતો. તેણે સાસુને એક ટબમાં બેસાડ્યાં અને એ ટબ જાણે માટલું ઉઠાવીએ એમ માથા પર ઈંઢોણી મૂકીને પરિક્રમા કરવાનું શરૂ કરી દીધું. આ દૃશ્ય અનેક શ્રદ્ધાળુઓને ભાવુક કરી દેનારું હતું. જ્યારે લોકોને ખબર પડી કે આ મહિલા સાસુની ઇચ્છા પૂરી કરવા માટે આટલા આકરા તાપમાં તેમને માથે ઊંચકીને વ્રજયાત્રાની કઠિન તપસ્યા કરી રહી છે ત્યારે તેમને માન થઈ આવ્યું.

offbeat news vrindavan india national news