✕

ચીનમાં હવે રોબો ટ્રાફિક-પોલીસનું કામ સંભાળે છે

05 November, 2026 05:59 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

એમાં લાગેલા કૅમેરા અને સેન્સર્સ રોડ પર ચાલતાં વાહનોને મૉનિટર કરે છે. 

રોબો ટ્રાફિક-પોલીસ

રોડ પર ચાલતી ગાડીઓ કે ટૂ-વ્હીલર પર હવે ચીનમાં રોબો ધ્યાન રાખે છે. કૅમેરા થકી વર્ચ્યુઅલી નહીં, માણસ જેવા જ લુકવાળા હ્યુમનૉઇડ રોબો અહીં તહેનાત કરવામાં આવ્યા છે. આ રોબો ટ્રાફિક-પોલીસની જેમ રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકના ઇશારા પણ કરે છે. ચીનના હાંગઝોઉમાં યોજાયેલી મૅરથૉનમાં પહેલી વાર આવા રોબો અપૉઇન્ટ કરવામાં આવ્યા હતા. 
હેગશિંગ-2 નામના આ રોબો ૧૭૮ સેન્ટિમીટર લાંબા છે. એ ડીપ રોબોટિક કંપનીએ સ્થાનિક ટ્રાફિક-પોલીસ તરીકે ટ્રેઇન કર્યા છે. આ રોબો વરસાદમાં પલળીને અને તડકામાં તપીને પણ કામ કરી શકે છે. માઇનસ ૨૦ ડિગ્રીની ઠંડીથી લઈને પંચાવન ડિગ્રીના તાપમાં પણ આ રોબો કામ કરી શકે છે. એમાં લાગેલા કૅમેરા અને સેન્સર્સ રોડ પર ચાલતાં વાહનોને મૉનિટર કરે છે. 

china ai artificial intelligence offbeat news international news beijing tech news technology news