✕

પહેલાં કાર વેચી નાખી અને પછી પોતાની પાસે રાખેલી ત્રીજી ચાવીથી કાર ચોરી લીધી

19 October, 2026 03:57 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં એક શાતિર માણસે પહેલાં તો પોતાની કાર વેચી નાખી અને પછી એ જ કાર ચોરી લીધી હતી. યોગેશ દહિયા નામના માણસે પહેલાં તો પોતાની કાર વેચી હતી. વેચતાં પહેલાં એની અંદર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લગાવી દીધું હતું

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં એક શાતિર માણસે પહેલાં તો પોતાની કાર વેચી નાખી અને પછી એ જ કાર ચોરી લીધી હતી. યોગેશ દહિયા નામના માણસે પહેલાં તો પોતાની કાર વેચી હતી. વેચતાં પહેલાં એની અંદર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લગાવી દીધું હતું જેથી નવો માલિક એને જ્યાં પણ લઈ જાય એનું લોકેશન તે ટ્રૅક કરી શકે. નવો ખરીદદાર ૮ ઑક્ટોબરે એક ગાર્ડન પાસે ગયો હતો ત્યારે તે એ જગ્યાએ માત્ર ૪ મિનિટ માટે રોકાયો હતો, પરંતુ એ વખતે ત્યાંથી કાર ચોરાઈ ગઈ હતી. એ કારની અંદર બે લાખ રૂપિયા કૅશ પણ હતી. કાર ચોરાયાની ફરિયાદ મળતાં પોલીસે ૧૦૦થી વધુ CCTV કૅમેરાના ફુટેજ તપાસ્યાં અને ફાસ્ટ ટૅગની વિગતોનું વિશ્લેષણ કરીને યોગેશ દહિયાની ચાલાકી પકડી પાડી હતી. પોલીસનું કહેવું છે કે યોગેશે કાર વેચ્યા પછી કારનું ટ્રેકિંગ રાખ્યું હતું અને કાર વેચતાં પહેલાં ત્રીજી ચાવી બનાવડાવી લીધી હતી. એને કારણે તેને કાર ચોરી જવામાં ગણતરીની મિનિટો જ લાગી હતી. યોગેશે આ કામ જાતે કરવાને બદલે ત્રીજી વ્યક્તિને સોંપ્યું હતું. તે રીઢો ચોર હતો. તેના ઘરેથી લગભગ ૫૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને ૪૩ મોબાઇલ મળ્યાં હતાં. 

offbeat news delhi news new delhi delhi police national news