29 March, 2026 02:58 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ધુરંધર 2 વેજ થાલી
દિલ્હીમાં અંગીઠી તડકા નામની એક રેસ્ટોરાંએ સ્પેશ્યલ ‘ધુરંધર 2’ વેજ થાલી લૉન્ચ કરી છે. એમાં ૩૫થી વધુ વાનગીઓ પીરસવામાં આવે છે. એની કિંમત ૧૧૯૯ રૂપિયા છે. આ એક થાળી છે પણ એકસાથે ત્રણથી ૪ જણ ખાઈ શકે છે. આ થાળીમાં વરાઇટી અને પ્રેઝન્ટેશન પણ અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. રેસ્ટોરાંના પંજાબી માલિક આ થાળીમાં કઈ ચીજો અને કેટલા પ્રકારની વાનગીઓ છે એ સમજાવતા હોય એવી વિડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. એમાં મુખ્યત્વે ૩ સેક્શન છે. આ થાળીમાં ઇન્ડિયન અને પંજાબી, ઇન્ડો-ચાઇનીઝ અને તંદૂરી એમ ૩ સેક્શન છે. જાયન્ટ થાળીમાં સૌથી પહેલી શરૂઆત સ્ટાર્ટર્સથી થાય છે. એમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, ફ્રાઇડ મોમોઝ, મસાલા કૉર્ન, સ્પ્રિંગ રોલ, દહી કે શોલે, મંચુરિયન અને નૂડલ્સ છે. એમાં ૪ પંજાબી શાક, પનીર ટિક્કા, વેજ સીખ કબાબ અને ચાપ આઇટમો ઉપરાંત પાંચ પ્રકારની રોટલીઓ અને પાપડ તેમ જ જાતજાતની ચટણીઓ પણ છે.