✕

ઘરના આંગણામાં ટાઇલ્સ લગાવવા માટે ખોદકામ કરતાં નીકળ્યો ૧૦૦૦ વર્ષ જૂનો ચાંદીનો ખજાનો

28 September, 2026 01:43 PM IST  |  Copenhagen | Gujarati Mid-day Correspondent

ડેન્માર્કમાં ઘરના આંગણામાં ટાઇલ્સ લગાવવા ખોદકામ કરતા એક માણસને ચાંદીના લગભગ ૭૦૦ સિક્કા, છડા, કંગન અને આભૂષણો ભરેલું વાસણ મળ્યું. આ ખજાનામાં આશરે ૧૮ કિલો ચાંદી હોવાનું અને વસ્તુઓ વાઇકિંગ યુગની હોવાનું મનાય છે.

ડેન્માર્ક ખજાનો

ડેન્માર્કમાં એક માણસ ઘરની બહારના આંગણામાં ટાઇલ્સ લગાવવા માટે કામ કરી રહ્યો હતો. બગીચાના કેટલાક ભાગમાં ખોદકામ કરતાં તેની કોદાળી કોઈક ઠોસ ચીજ સાથે ઠોકાતાં મેટલ જેવો રણકાર થતો હતો. તેને કુતૂહલ થતાં થોડુંક વધુ ખોદી નાખ્યું અને માટી હટાવી તો એમાંથી ચાંદીના સિક્કા અને અન્ય અતરંગી ચીજો મળી. જાણે આપણે પરીકથાઓમાં સાંભળ્યું હોય એવું જ કંઈક આ ભાઈ સાથે થયું. એક ચરુ જેવા વાસણમાં લગભગ ૭૦૦ ચાંદીના સિક્કા, છડા, કંગન અને આભૂષણો એમાંથી મળ્યાં. વજન કરતાં આ લગભગ ૧૮ કિલો જેટલી ચાંદી હતી. ચાંદીની ચીજોની બનાવટ જોતાં એ ડેન્માર્કના વાઇકિંગ યુગ સાથે સંકળાયેલી હોવાનું મનાય છે. આ વસ્તુઓ જો ખરેખર એ યુગની હોય તો એ લગભગ ૧૦૦૦ વર્ષ જૂની છે. આ પૌરાણિક ચીજો ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. 

denmark world news international news offbeat news hatke news