લગભગ ૩૦ કિલો વજનની કેદારનાથ ધામની રેપ્લિકા ઊંચકીને ભક્ત પહોંચ્યો કેદારનાથ

22 April, 2026 02:16 PM IST  |  Kedarnath | Gujarati Mid-day Correspondent

આ રેપ્લિકાનું વજન લગભગ ૩૦ કિલો જેટલું છે. ગઈ કાલે બાબા કેદારનાથની પાલખી પહોંચે એ પહેલાં જ મૂલચંદ સૈની તેણે બનાવેલી રેપ્લિકા સાથે ઉખીમઠથી પદયાત્રા કરીને કેદારનાથ ધામ પહોંચી ગયો હતો.

લગભગ ૩૦ કિલો વજનની કેદારનાથ ધામની રેપ્લિકા ઊંચકીને ભક્ત પહોંચ્યો કેદારનાથ

શિયાળામાં ઉખીમઠમાં વાસ કરતા બાબા કેદારનાથની પાલખી ગઈ કાલે કેદારનાથ પહોંચી હતી. જોકે આની સાથે એક અનોખો ભક્ત પણ જોવા મળ્યો હતો. બિજનોરના મૂલચંદ સૈની નામના યુવાને કેદારનાથ ધામની રેપ્લિકા બનાવી હતી અને એ આખું મિની મંદિર ખભે ઊંચકીને ઉખીમઠથી પદયાત્રા કરીને કેદારનાથ સુધી પહોંચ્યો હતો. આ રેપ્લિકાનું વજન લગભગ ૩૦ કિલો જેટલું છે. ગઈ કાલે બાબા કેદારનાથની પાલખી પહોંચે એ પહેલાં જ મૂલચંદ સૈની તેણે બનાવેલી રેપ્લિકા સાથે ઉખીમઠથી પદયાત્રા કરીને કેદારનાથ ધામ પહોંચી ગયો હતો. 

offbeat news kedarnath national news india Bharat