બાબા બર્ફાનીના દરબારમાં ૫૬ ભોગ લઈને ભક્તો પહોંચ્યા

07 July, 2026 10:37 AM IST  |  Amarnath | Gujarati Mid-day Correspondent

શુભમ ૬૧૬૧૬૧૬૧ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા વિડિયોમાં એક ભક્ત મોટા થાળ જોવા મળે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અમરનાથ યાત્રા દરમ્યાન બાબા બર્ફાનીને ૫૬ ભોગનો પ્રસાદ અર્પિત થતો હોય એવો વિડિયો આજકાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આકરી પદયાત્રા કરીને બાબા બર્ફાનીનાં દર્શન કરવા આવતા એક શ્રદ્ધાળુના હાથમાં ૫૬ ભોગનો પ્રસાદ જોવા મળ્યો હતો. શુભમ ૬૧૬૧૬૧૬૧ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા વિડિયોમાં એક ભક્ત મોટા થાળમાં ૫૬ પ્રકારનાં વ્યજનો સજાવેલો થાળ લઈને ભોલેનાથને અર્પણ કરવા જઈ રહ્યો છે. 

offbeat news amarnath yatra char dham yatra india national news