ફાયરમૅને કૉક્રૉચની જેમ સજીધજીને રોડ પર કર્યો વિરોધ

11 June, 2026 02:50 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના આગરામાં ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટમાંથી બરખાસ્ત કરવામાં આવેલા જિતેન્દ્ર રાઠોડ નામના એક ફાયરમૅને પોતાની સાથે અન્યાય થયો છે એ વાત પહોંચાડવા માટે કૉક્રૉચનો વેશ ધારણ કર્યો હતો.

ફાયરમૅને કૉક્રૉચની જેમ સજીધજીને રોડ પર કર્યો વિરોધ

ઉત્તર પ્રદેશના આગરામાં ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટમાંથી બરખાસ્ત કરવામાં આવેલા જિતેન્દ્ર રાઠોડ નામના એક ફાયરમૅને પોતાની સાથે અન્યાય થયો છે એ વાત પહોંચાડવા માટે કૉક્રૉચનો વેશ ધારણ કર્યો હતો. તેના પર બે વર્ષ પહેલાં એક છોકરીએ જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો હતો. આ આરોપસર તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જિતેન્દ્રએ તાજેતરમાં કહ્યું હતું કે બે વર્ષથી હું કોર્ટના ધક્કા ખાઉં છું અને મારા પરના આરોપો જૂઠા છે એ સાબિત કરવા મથું છું પણ કોઈ સાંભળતું જ નથી.

આખરે લોકોનું ધ્યાન ખેંચવા માટે તે સોમવારે રોડ પર કૉક્રૉચની જેમ સજ્જ થયો હતો અને ચાર પગે ચાલીને કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો. 

agra social media offbeat videos offbeat news news