21 April, 2026 12:56 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ઘાયલ પંખીનું બચ્ચું જાતે ડૉક્ટર પાસે પહોંચ્યું, ઇલાજ પછી હવે પંખી...
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ડૉ. અનિલ પટેલ નામના જનરલ ફિઝિશ્યનના ક્લિનિકમાં ઘાયલ પંખીનું એર બચ્ચું ઘૂસી ગયું. આમ-તેમ ઊડીને તે ડૉક્ટરના હાથ પર જ આવીને બેસી ગયું હતું. ડૉક્ટરે જોયું કે બચ્ચું ઘાયલ છે એટલે તેમણે એનો જરૂરી ઇલાજ કર્યો. એ પછી બચ્ચું ક્લિનિકમાં જ બેસી રહ્યું. ક્લિનિક બંધ કરવાનો સમય થયો ત્યારે બચ્ચું ડૉક્ટરના હાથમાંથી બીજે ખસવા તૈયાર જ ન થયું. આખરે તેઓ બચ્ચાને પોતાના ઘરે લઈ ગયા. અહીં એની વધુ કાળજી થઈ શકી. પંખીને પાણી પીવડાવ્યું અને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ આપતાં બચ્ચાની હાલતમાં સુધારો પણ થઈ રહ્યો છે. તેમણે પંખીઓના ડૉક્ટરની સલાહ લઈને પંખીની સારવાર કરી. જોકે એ પછી પંખીને ડૉક્ટરસાહેબ સાથે એટલી માયા બંધાઈ ગઈ કે હવે તે છોડવા જ નથી માગતું.