✕

૪ વર્ષનો છોકરો બીજા માળેથી પડ્યો, નીચે ઊભેલા દુકાનદારે ઝીલી લીધો

06 October, 2026 03:22 PM IST  |  Giza | Gujarati Mid-day Correspondent

નજીકનાં એક બિલ્ડિંગના બીજા માળની બાલ્કનીના વૉશિંગ એરિયામાં ૪ વર્ષનો છોકરો ફસાઈ ગયો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઇજિપ્તમાં ગિઝા પ્રાંતમાં બીજા માળના ઘરની બાલ્કનીમાં ફસાઈ ગયેલો ૪ વર્ષનો છોકરો નીચે પડી ગયો. જોકે નીચે એક દુકાનદારની નજર આ ઘટના પર પડતાં તેણે ક્ષણનોય વિચાર કર્યા વિના ઝીલી લીધો હતો. આ ઘટના નજીકના બિલ્ડિંગના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. અહમદ રાગબ નામનો યુવાન તેની દુકાનની બહાર ઊભો હતો અને અચાનક તેને બહાર ચીસાચીસ સાંભળવા મળી. નજીકનાં એક બિલ્ડિંગના બીજા માળની બાલ્કનીના વૉશિંગ એરિયામાં ૪ વર્ષનો છોકરો ફસાઈ ગયો હતો. એ જોઈને આસપાસના લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. હજી કોઈ કંઈ સમજી શકે એ પહેલાં તો છોકરો નીચે પટકાયો હતો. એ જ ઘડીએ દુકાનની બહાર ઊભેલા રાગવે છલાંગ લગાવીને બાળકને ઝીલી લીધો હતો. બાળકને બચાવીને ઇન્ટરનેટ પર તે હીરો તરીકે છવાઈ ગયો હતો. સ્થાનિક વર્તમાનપત્ર સાથે વાત કરતાં અહમદ કહે છે, ‘મારી પાસે વિચારવાનો સમય નહોતો. બાળકને પડતાં જોયો અને હું કંઈ જ વિચાર્યા વિના તેને ઝીલવા દોડ્યો હતો.’

egypt viral videos offbeat news international news world news news