રસ્તો બનાવી દીધો, પણ સર્વિસ લેનની વચ્ચે વીજળીના થાંભલા એમ જ રાખ્યા

28 March, 2026 01:09 PM IST  |  Unnao | Gujarati Mid-day Correspondent

એને કારણે ક્યારેક મોટું વાહન પસાર થતું હોય ત્યારે ટ્રાફિક જૅમ થઈ જાય છે તો ક્યારેક સ્પીડમાં આવતી ગાડીઓ અથડાઈ પડે છે

ઉન્નાવ-રાયબરેલી વચ્ચેનો આ રોડ ૧૪૬૫ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં નૅશનલ હાઇવે ૩૧ બનાવ્યા પછી એની સાથેના સર્વિસ રોડ પર વીજળીના થાંભલાઓ ખતરાની ઘંટડી સમાન બની રહ્યા છે. અહીંથી પસાર થતા લોકોએ અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં હજી આ બાબતે કોઈ ધ્યાન અપાયું નથી. ઉન્નાવ પાસેના નૅશનલ હાઇવેની બાજુનો સર્વિસ રોડ બન્યો તો ખરો, પરંતુ એની વચ્ચોવચ વીજળીનો થાંભલો બનાવાયો છે એ હટાવવાની તસ્દી લેવાઈ નથી. એને કારણે ક્યારેક મોટું વાહન પસાર થતું હોય ત્યારે ટ્રાફિક જૅમ થઈ જાય છે તો ક્યારેક સ્પીડમાં આવતી ગાડીઓ અથડાઈ પડે છે. ઉન્નાવ-રાયબરેલી વચ્ચેનો આ રોડ ૧૪૬૫ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે. મેઇન હાઇવેની બાજુમાંથી પસાર થતી લેનમાં આ થાંભલો આવતાં-જતાં વાહનો માટે જોખમી બની ગયો છે. 

uttar pradesh viral videos offbeat news national news