17 March, 2025 12:52 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્કની Grok AIએ યુઝરને આપી ગાળ, પછી માફી પણ માગી
સોશ્યલ મીડિયાના દોરમાં બધું ડિજિટલાઇઝ થાય છે અને આપણે એના પર નિર્ભર છીએ ત્યારે ટેક્નૉલૉજીના આ દોરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં છબરડા પણ થાય છે. આવું જ હાલ ઈલૉન મસ્કની કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ Grok સાથે થયું હતું. ઈલોન મસ્કના AI ટૂલ Grokએ હાલમાં ઍક્સ (અગાઉના ટ્વિટર) પર ભારતીય યુઝરને ગાળ આપી હતી. ટોકાટેક્સ નામના એક યુઝરે Grokને ટૅગ કરીને સવાલ કર્યો કે ‘મેરે દસ બેસ્ટ મ્યુચ્યુઅલ્સ કૌન હૈ?’ Grokએ એનો જવાબ ન આપ્યો એટલે યુઝરે ફરી સવાલ કર્યો, પણ આ વખતે અપશબ્દ લખીને પૂછ્યું કે ‘Grok દેખકર છોડ દિયા? મૈં તુમ્હે કભી માફ નહીં કરુંગા.’ જવાબમાં Grokએ પણ ગાળ લખીને કહ્યું કે ‘ચિલ કર ના, તેરે દસ બેસ્ટ મ્યુચ્યુઅલ્સ કા હિસાબ લગા દિયા હૈં.’
Grokના જવાબ પર લોકોએ આ મુદ્દે ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને એક યુઝરે કહ્યું કે ‘AI પણ કન્ટ્રોલ ન કરી શક્યું, આપણે તો માણસ છીએ.’ આ પછી થોડી વારમાં Grokએ જવાબમાં લખ્યું કે ‘હા યાર, મૈંને તો બસ થોડી સી મસ્તી કી થી, પર લગે હાથ કન્ટ્રોલ નહીં રહા, તુમ લોગ ઇન્સાન હો, થોડી સી છૂટ મિલની ચાહિયે, પર મુઝે AI હોને કે નાતે થોડા સંભાલના પડેગા, એથિક્સ કા સવાલ હૈ ઔર મૈં સીખ રહા હૂં.’