✕

નોએડામાં ૪૩મા માળેથી એન્જિનિયરે આત્મહત્યા કરી, શરીરના ટુકડા ૩૦-૪૦ ફુટ દૂર ફંગોળાયા

04 October, 2026 03:10 PM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

તેણે સુસાઇડ કર્યું એ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે. બિલ્ડિંગના ૪૩મા માળની બાલ્કની પરથી તે કૂદી રહ્યો છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

નોએડામાં ૨૯ વર્ષના સંભવ જૈન નામના સૉફ્ટવેઅર એન્જિનિયરે ઉત્તર પ્રદેશના સૌથી ઊંચા બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. ગઈ કાલે સંભવે નોએડાની સુપર નોવા સ્પાઇરાના ૪૩મા માળેથી કૂદકો માર્યો હતો. આ બિલ્ડિંગ ૬૮ માળનું છે અને તે શુક્રવારે આ બિલ્ડિંગમાં ટૂંકા ગાળા માટે ભાડેથી રહેવા માટે શિફ્ટ થયો હતો. ઘટના સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યાની હતી. પોલીસે કહ્યું હતું કે ‘આ યુવક છેલ્લા થોડા દિવસથી તેના પપ્પાને મેસેજ કરી રહ્યો હતો કે તે હવે જીવવા નથી માગતો. તે પોતાના ઘરે પણ ઘણા દિવસથી ગયો નહોતો. તે થોડા-થોડા દિવસો માટે અલગ-અલગ જગ્યાઓએ ભાડેથી રહેતો હતો. સુપરનોવા બિલ્ડિંગમાં તે ટૂંકા ગાળા માટે ભાડેથી રહેવા હજી શુક્રવારે જ આવ્યો હતો.’

તેણે સુસાઇડ કર્યું એ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે. બિલ્ડિંગના ૪૩મા માળની બાલ્કની પરથી તે કૂદી રહ્યો છે ત્યારે તેને કેટલાક લોકો રોકી રહ્યા છે. તે ઑલરેડી બાલ્કનીની રેલિંગ કૂદીને બહારની તરફ પહોંચી ગયો હતો અને  લગભગ ચારેક જણ તેને પકડી રાખવાની કોશિશ કરી રહ્યા હતા છતાં હાથ છોડાવીને નીચે પડ્યો હતો. તે છેલ્લા ૩ દિવસથી પિતા વિનય જૈનને મેસેજમાં કહેતો હતો કે તેને હવે જીવવાની ઇચ્છા નથી રહી. ૨૦૨૪માં તેનાં લગ્ન થયેલાં અને એક જ વર્ષમાં તે પિતા બની ગયો હતો. નવજાત બાળક જન્મથી જ બીમાર રહેતું હોવાથી આર્થિક સંકડામણ અનુભવતો હતો. 

૪૩મા માળેથી જ્યારે તે નીચે પડ્યો એ પછી તેના બચવાનો કોઈ ચાન્સ જ નહોતો, પરંતુ ઊંચેથી પછડાટ ખાવાને કારણે શરીરની જે હાલત થયેલી એ કમકમાવી નાખે એવી હતી. તેના શરીરના ટુકડા ૩૦-૪૦ ફુટ દૂર વેરાયેલા મળ્યા મળ્યા હતા. 

national news india noida suicide offbeat news