12 December, 2025 12:00 PM IST | Udaipur | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉદયપુરમાં મોહિત શર્મા નામના એક ઇવેન્ટ-મૅનેજરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને લગ્નમાં કદી ન જોયું હોય એવું દૃશ્ય દેખાડ્યું હતું. સાથે લખ્યું હતું કે ‘છેલ્લાં ૭ વર્ષથી ઇવેન્ટ-લાઇનમાં કામ કરું છું. હજારો લગ્નો કરાવ્યાં. હંમેશાં જોયું છે કે કેટરિંગનું કામ કરતા લોકો છેલ્લે વધેલું ખાવાનું ખાતા હોય છે. ૭ વર્ષથી દિલમાં એક સપનું હતું કે જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે મારી જગ્યાએ ખાવાનું ખવડાવનારા મારા ભાઈઓને બેસાડીને ખવડાવીશ. તમારા સૌના પ્રેમને કારણે મારું એ સપનું પૂરું થયું.’
આ કોઈ ગમી જાય એવી ક્ષણમાત્ર નહોતી, પણ એક શીખ હતી જે બતાવે છે કે લગ્નમાં તેઓ પણ સન્માનના હકદાર છે જે દરેક મહેમાનને પ્રેમ અને મહેનતથી સ્વાદિષ્ટ જમવાનું જમાડે છે.