દીકરીએ દોસ્ત સાથે ભાગીને લગ્ન કરી લીધાં એટલે પરિવારે લોટનું શબ બનાવીને તેના અંતિમ સંસ્કાર કર્યા

23 December, 2025 02:44 PM IST  |  Vidisha | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના વિદિશામાં કવિતા કુશવાહા નામની ૨૩ વર્ષની યુવતી થોડા દિવસ પહેલાં ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારે પોલીસ-ફરિયાદ કરી અને પોલીસે તેને શોધી કાઢી. જોકે તેણે પોલીસને કહ્યું કે તે પરિવાર પાસે જવા નથી માગતી.

દીકરીએ દોસ્ત સાથે ભાગીને લગ્ન કરી લીધાં એટલે પરિવારે લોટનું શબ બનાવીને તેના અંતિમ સંસ્કાર કર્યા

મધ્ય પ્રદેશના વિદિશામાં કવિતા કુશવાહા નામની ૨૩ વર્ષની યુવતી થોડા દિવસ પહેલાં ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારે પોલીસ-ફરિયાદ કરી અને પોલીસે તેને શોધી કાઢી. જોકે તેણે પોલીસને કહ્યું કે તે પરિવાર પાસે જવા નથી માગતી. તેણે સંજુ માલવીય નામના તેના જ દોસ્ત સાથે લગ્ન કરી લીધાં હતાં. કવિતા અને સંજુ દોસ્ત હોય એમાં પરિવારને વાંધો નહોતો, પરંતુ જ્ઞાતિભેદને કારણે લગ્ન થાય એ પરિવારને મંજૂર નહોતું. જોકે દીકરીએ પરિવારની સામે પ્રેમને પસંદ કર્યો એટલે પરિવારે પણ તેની સાથે તમામ છેડા ફાડવાનું નક્કી કરી લીધું. દીકરીનું ઘઉંના લોટથી પ્રતીકાત્મક  શબ બનાવ્યું અને એની અંતિમયાત્રા ગામમાંથી કાઢીને સ્મશાન જઈને એ શબનો અગ્નિસંસ્કાર કરીને દીકરીના નામનું નાહી નાખ્યું.

madhya pradesh viral videos national news Crime News offbeat news