✕

ટ્રેનમાં ટિકિટ ન મળી તો રિક્ષા લઈને નીકળ્યા બૅન્ગલોરથી બિહાર જવા માટે

09 November, 2026 09:42 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

છઠ પર્વ માટે પોતાના ગામે જવા માટે શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યા હોવાથી તમામ ટ્રેનો ફુલ છે. ટ્રેનો ભરેલી હોવાથી એમાં જગ્યા ન મળવાથી એક પરિવારે તો અનોખો જુગાડ શોધ્યો છે.

બૅન્ગલોરથી બિહાર રિક્ષા

છઠ પર્વ માટે પોતાના ગામે જવા માટે શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યા હોવાથી તમામ ટ્રેનો ફુલ છે. ટ્રેનો ભરેલી હોવાથી એમાં જગ્યા ન મળવાથી એક પરિવારે તો અનોખો જુગાડ શોધ્યો છે. બૅન્ગલોરમાં કામ કરતા સુરેન્દ્ર અને વીરેન્દ્ર નામના ભાઈઓ પરિવાર સાથે બિહારના મોતિહારી જવા માટે રિક્ષા બુક કરીને જઈ રહ્યા છે. બૅન્ગલોરથી બિહાર ૨૨૦૦ કિલોમીટરની લાંબી સફર આ પરિવારે રિક્ષામાં જ શરૂ કરી લીધી છે. ગુરુવારની રાતે દેવરિયા જિલ્લાના ભાગલપુરની પોલીસચોકી સામે વાહનોના ચેકિંગ દરમ્યાન એક ઑટો રોકીને તપાસ કરી તો આ પરિવાર મળ્યો હતો. પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે, ‘તહેવાર પર ટ્રેનોમાં ચિક્કાર ભીડ હતી. પહેલાં અમે ટ્રેનની ટિકિટ મળે એનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ જગ્યા ન મળતાં અમે ઑટો બુક કરીને ગામ જવા નીકળ્યા છીએ.’

offbeat news bihar festivals national news india bengaluru indian railways