24 April, 2026 01:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દીકરીનાં પગલાંની છાપ પિતાએ પોતાના હાથ પર ટૅટૂ તરીકે છુંદાવી
કહેવાય છે કે દુનિયામાં પિતા-પુત્રીનો સંબંધ સૌથી નિરાળો હોય છે. જોકે એક પિતાએ પોતાની નન્હીં પરી માટે જે કર્યું છે એ દિલ જીતી લેનારું છે. આ પિતાએ પોતાની નવજાત દીકરીના પગની છાપનું કાયમી ટૅટૂ છૂંદાવી લીધું છે. આ ઘટનાનો વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. પહેલાં તે પોતાની દીકરીના પગની છાપ પોતાના ડાબા હાથ પર છપાવે છે અને પછી એ લઈને ટૅટૂ-આર્ટિસ્ટ પાસે જાય છે અને એ છાપ પર કાયમી ટૅટૂ બનાવડાવે છે. આ એક શાહી માત્ર નથી, એક પિતાનો દીકરી માટેનો પ્રેમ છે. એ ટૅટૂની છાપ સાથે દીકરીનું નામ અને તેની જન્મતારીખ પણ છપાવી લીધી છે.