દીકરાના માથે પહેરાવવા ટોપી ન મળતાં પપ્પાએ ડાયપર પહેરાવી દીધું

14 February, 2026 08:39 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઠંડીની સીઝનમાં બાળકના કાનમાં પવન ન જાય અને તેને ઠંડી ન લાગે એ માટે કાન ઢાંકવાની ટોપી ન મળતાં પિતાએ હાર ન માની. તેમણે પોતાની પાસે જે હતું એ હાજર સો હથિયાર ગણીને કામ પાર પાડી લીધું.

દીકરાના માથે પહેરાવવા ટોપી ન મળતાં પપ્પાએ ડાયપર પહેરાવી દીધું

સોશ્યલ મીડિયામાં એક પિતાનો જુગાડ ખૂબ વાઇરલ થયો છે. ઠંડીની સીઝનમાં બાળકના કાનમાં પવન ન જાય અને તેને ઠંડી ન લાગે એ માટે કાન ઢાંકવાની ટોપી ન મળતાં પિતાએ હાર ન માની. તેમણે પોતાની પાસે જે હતું એ હાજર સો હથિયાર ગણીને કામ પાર પાડી લીધું. જોકે તેમણે જે જુગાડ અપનાવ્યો એ જબરદસ્ત મજેદાર હતો. માથે ડાયપર ટોપીની જેમ ચપોચપ બેસાડીને દીકરાને તૈયાર કરી રહેલા યુવકને જોઈને દીકરાની મા ચિલ્લાઈ ઊઠે છે કે આ શું કર્યું છે? એ જ વખતે માસૂમ દીકરાના ઇન્ટેલિજન્ટ પપ્પા કહે છે, ‘અરે, ટોપી નહોતી મળતી. વિચાર્યું કે કાન જ તો ઢાંકવા છે તો આ પહેરાવી દઉં.’

offbeat news social media social networking site viral videos national news