✕

કામમાંથી કાઢી મૂકતાં રોબોઝે આગની ભઠ્ઠીમાં કૂદીને સુસાઇડ કર્યું

07 October, 2026 12:50 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાની રોબોટિક્સ કંપની ફિંગર AIના હ્યુમનૉઇડ રોબોઝે સ્ટીલ ઓગાળવાની ભઠ્ઠીમાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું

૭૫ ટન સ્ટીલ ઓગળી રહ્યું હતું એ ભઠ્ઠીમાં રોબોઝે જાતે જ વારાફરતી કૂદીને સુસાઇડ કરી લીધું

અમેરિકાની રોબોટિક્સ કંપની ફિંગર AIના હ્યુમનૉઇડ રોબોઝે સ્ટીલ ઓગાળવાની ભઠ્ઠીમાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું. F.02 નામની જનરેશનના આ રોબો બે વર્ષના હતા. કંપનીએ F.03 જનરેશનના રોબોની શોધ કરીને એની સંખ્યા વધારી હતી. નવી જનરેશનના રોબોઝને કારણે હવે કામ સરળ થઈ ગયું હતું અને જૂની જનરેશનના રોબોનું કામ રહ્યું નહોતું. હવે આ જૂના રોબોઝનું શું કરવું? એ કોઈ બીજી કંપનીને પણ આપી શકાય એમ નહોતા કેમ કે એમાં થયેલા પ્રોગ્રામિંગમાં કંપનીની સીક્રેટ ટેક્નૉલૉજી હતી. જૂના રોબોઝના સ્પેરપાર્ટ્સ ખોલીને એને ભંગારમાં આપી દેવા હોય તો એ માટે પણ એક ખાસ ટીમ લગાવવી પડે અને એ માટે ખર્ચ થાય અને કંપનીના બીજા કામો એનાથી પ્રભાવિત થાય એમ હતા. તો હવે આ રોબોઝનું શું કરવું? કંપનીએ લોકો પાસેથી સજેશન્સ મગાવ્યાં કે હવે નકામા રોબોઝનું શું કરવું જેથી કંપનીના સીક્રેટ્સ ક્યાંય જાય નહીં અને કંપનીને પણ કોઈ વધારાનો ખર્ચ ન કરવો પડે. લોકોએ એના અનેક જવાબો આપ્યા, પણ હૉલીવુડના ઍક્ટર આર્નલ્ડ શ્વાર્ઝનેગરે લખ્યું કે રોબોઝને પીગાળી દો. કંપનીને આ સજેશન ગમી ગયું. આ તમામ રોબોઝને ફિનલૅન્ડની એક સ્ટીલ ઓગાળતી કંપનીમાં લઈ જવામાં આવ્યા. આ તમામ રોબોઝમાં એવું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું કે એ જાતે જ દોડીને સળગતી ભઠ્ઠીમાં કૂદી પડે. ૭૫ ટન સ્ટીલ ઓગળી રહ્યું હતું એ ભઠ્ઠીમાં રોબોઝે જાતે જ વારાફરતી કૂદીને સુસાઇડ કરી લીધું. કુલ કેટલા રોબો પાસે કંપનીએ સુસાઇડ કરાવ્યું એના આંકડાનો કોઈ ખુલાસો કર્યો નહોતો.

united states of america ai artificial intelligence offbeat news international news world news news