27 June, 2026 01:23 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
વિડિયોને મળતી લાઇક્સ બાદ તો હવે આ ડૉગી સેલિબ્રિટી બની ગયો છે
સોશ્યલ મીડિયા પર આજકાલ ઓકા નામનો એક ડૉગ છવાઈ ગયો છે. ફ્લાઇંગ ડૉગ તરીકે ઓળખાતા આ ડૉગના ૨.૨૮ લાખ ફૉલોઅર્સ છે. આ ડૉગ એના ઓનર સાથે પૅરાગ્લાઇડિંગ જેવાં ઍડ્વેન્ચર્સ કરે છે. એના વિડિયોને મળતી લાઇક્સ બાદ તો હવે આ ડૉગી સેલિબ્રિટી બની ગયો છે.
ઓકા ડૉગીના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પૅરાગ્લાઇડિંગ, હાઇકિંગ, કાયાકિંગ અને અન્ય ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝના અસંખ્ય વિડિયો છે. તાજેતરમાં જ ઓકાનો એક નવો વિડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં તે પોતાના માલિક સાથે ફ્રાન્સના ખૂબ જ સુંદર અને પહાડી વિસ્તાર કોલ ડ્યુ ગ્રેનોન પર આકાશમાં પૅરાગ્લાઇડિંગ કરતો જોવા મળે છે.
ઓકાને પહેલાં લગભગ એક મહિના સુધી ખાસ પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. ટ્રેઇનિંગ પૂરી થયા બાદ ઓનર સાથે તેણે પહેલી વાર પૅરાગ્લાઇડિંગ કર્યું હતું અને હવે પૅરાગ્લાઇડિંગ એની સૌથી ફેવરિટ ઍક્ટિવિટી બની ગઈ છે.