01 July, 2026 04:56 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
રોષે ભરાયેલા કૉન્ટ્રૅક્ટરે તેલંગણમાં સરકારી સ્કૂલને તાળું માર્યું
લાંબા સમયથી બાકી નીકળતા બિલની ચુકવણી ન થતાં આખરે કંટાળેલા એક કૉન્ટ્રૅક્ટરે તેલંગણના ખમ્મામ જિલ્લામાં આવેલી એક સરકારી સ્કૂલને તાળાબંધી કરી દીધી હતી. ચલ્લા અયોધ્યા નામના સ્થાનિક કૉન્ટ્રૅક્ટરે સરકારના ‘મના ઓરુ મના બડી’ (મારું ગામ, મારી શાળા) કાર્યક્રમ હેઠળ સંબંધિત શાળામાં ૨૬ લાખના ખર્ચે સમારકામનું કામ કર્યું હતું. જોકે આ કામ પેટે તેને હજી ૧૧ લાખની રકમ ચૂકવવાની બાકી હતી. પોતાના હકનાં નાણાં મેળવવા માટે છેલ્લા કેટલાય સમયથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકેલા કૉન્ટ્રૅક્ટરે આખરે તંત્રની આડોડાઈથી ત્રાસીને આ આકરો નિર્ણય લીધો હતો.