કાળાબજારિયાએ કબ્રસ્તાનમાં છુપાવ્યાં ૪૧૪ LPG સિલિન્ડર

07 April, 2026 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે જ્યારે છાપામારી કરી ત્યારે ત્યાં ૪૧૪ સિલિન્ડર ભરેલાં પડ્યાં હતાં અને ૧૧ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ વાહનોમાં ડિલિવરી કરવામાં આવતી હતી.

કાળાબજારિયાએ કબ્રસ્તાનમાં છુપાવ્યાં ૪૧૪ LPG સિલિન્ડર

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં LPGની અછત થઈ ગઈ છે એવો માહોલ ઊભો થયો છે. આ માહોલનો લાભ લઈને કેટલાય કાળાબજારિયાઓ માલનો ભરાવો કરી રાખે છે અને કૃત્રિમ અછત ઊભી કરીને માહોલને વધુ તંગદિલ બનાવે છે. જોકે હૈદરાબાદમાં પોલીસે LPGનાં કાળાંબજાર કરતી ૧૦ જણની ટોળકીને પકડી છે. આ ટોળકી લાંબા સમયથી ગેરકાનૂની રીતે સિલિન્ડરો વેચીને મોટો નફો કમાઈ રહી હતી. આ ટોળકીએ પંજીગુટ્ટા વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં LPG સિલિન્ડરનો જથ્થો સંઘરી રાખ્યો હતો અને ત્યાંથી જ તેઓ ડબલ ભાવે સિલિન્ડર પ્રોવાઇડ કરતા હતા. આરોપીઓ ગૅસની અછતનો ડર ફેલાવીને હોટેલ, રેસ્ટોરાંઓ અને નાના વેપારીઓને લૂંટતા હતા. તેઓ ૨૦૦૦ રૂપિયાનું કમર્શિયલ સિલિન્ડર ૬૦૦૦ રૂપિયા સુધીમાં વેચતા હતા. પોલીસે જ્યારે છાપામારી કરી ત્યારે ત્યાં ૪૧૪ સિલિન્ડર ભરેલાં પડ્યાં હતાં અને ૧૧ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ વાહનોમાં ડિલિવરી કરવામાં આવતી હતી.

offbeat news hyderabad lpg crisis lpg cylinder national news