25 May, 2026 09:52 AM IST | Georgia | Gujarati Mid-day Correspondent
હવે એ કાર ૩૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડે છે
યુરોપ અને એશિયા ખંડની વચ્ચે આવેલા જ્યૉર્જિયા નામના દેશમાં માલી હાઇટાવર નામના ભાઈ હૅન્ડીમૅન છે. કબાડમાંથી કંઈક નવું સર્જન કરવામાં માહેર આ ભાઈએ તાજેતરમાં પેટ્રોલની તંગીથી પ્રેરિત થઈને એક નવો આવિષ્કાર કરી નાખ્યો. તેમણે પોતાની પેટ્રોલવાળી કાર છોડીને એક ટૉય કાર વાપરવાનું શરૂ કરી દીધું. તેમણે ભંગારમાં ફેંકી દેવાયેલી ટૉય કાર ઉઠાવીને એનું મેકઓવર કર્યું હતું. આ મેકઓવર માત્ર બાહ્ય દેખાવનું જ નહીં, અંદરની ટેક્નૉલૉજીનું પણ હતું. આ ટૉય કારની અંદર માલીભાઈએ પાવર વૉશરનું એક નાનું ગૅસ એન્જિન ફિટ કરી દીધું હતું. હવે એ કાર ૩૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડે છે. માલી પાસે જે કાર હતી એની એક વાર ફ્યુઅલ ટૅન્ક ભરવા માટે ૭૫૦૦ રૂપિયા ખર્ચાતા હતા જે હવે તેમને પરવડતા નહોતા. તેમણે રોજબરોજની જરૂરિયાત માટે પેટ્રોલ સંચાલિત કાર પરની નિર્ભરતા ઘટાડવા માટે ટૉય કારને રિનોવેટ કરીને એ જ વાપરવાનું શરૂ કરી દીધું છે. તેઓ જ્યાં જાય ત્યાં આ કારનો બેબી પિન્ક કલર લોકોનું ધ્યાન ખેંચે છે.