જર્મનીની મહિલા ટૂરિસ્ટને જયપુરના રિક્ષા-ડ્રાઇવરે અપશબ્દો શીખવ્યા

25 March, 2026 02:22 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

૨૦ માર્ચે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં રિક્ષા-ડ્રાઇવર વિદેશી પ્રવાસીને અપશબ્દો શીખવતો જોવા મળ્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

જર્મનીથી રાજસ્થાન ફરવા આવેલી એક મહિલા પ્રવાસીને ગાળ શીખવવાના આરોપમાં જયપુર પોલીસે એક રિક્ષા-ડ્રાઇવર મોહમ્મદ સોહેલની સોમવારે ધરપકડ કરી હતી. આ સંદર્ભમાં પર્યટન પોલીસ-સ્ટેશનનાં અધિકારી મંજુ કુમારીએ જણાવ્યું હતું કે ૨૦ માર્ચે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં રિક્ષા-ડ્રાઇવર વિદેશી પ્રવાસીને અપશબ્દો શીખવતો જોવા મળ્યો હતો, આ વિડિયોની નોંધ લીધા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પગાર માટેના વિરોધ-પ્રદર્શનમાં આ ટીચરે તો ભારે કરી

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં ગઈ કાલે સરકારી સ્કૂલના હજારો શિક્ષકો પગારના મામલે વિરોધ કરવા રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ પ્રોટેસ્ટમાં એક શિક્ષકે તો સાવ નગ્ન થઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને તે જોણું બની ગયો હતો. ટીચરોના આ વિરોધને પગલે વિક્ટોરિયા રાજ્યની ૫૦૦ જેટલી સ્કૂલોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.

offbeat news rajasthan india national news germany