24 January, 2026 03:38 PM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent
એક હાઇરાઇઝ બિલ્ડિંગની બાલ્કનીમાં બેઠેલા છોકરાએ બધાના જીવ અધ્ધર કરી દીધા
ગાઝિયાબાદની એક હાઇરાઇઝ સોસાયટીમાં એક બાળક ઉપરના માળની બાલ્કનીની ગ્રિલ પર બેસીને રમતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં લોકો બૂમો પાડીને બાળકને અંદર જતા રહેવા કહેતા હોય એવું સંભળાય છે, પણ બાળકને કોઈ જ અસર નથી. તે રમવામાં જ મશગૂલ છે. ગનીમત એ છે કે બાલ્કની પર પંખીઓ અંદર ન આવે એ માટે એક જાળી લગાવેલી છે. જોકે એ જાળી પણ બહુ મજબૂત હોય એવું જણાતું નથી. આ વિડિયો જોતાં દરેક પળે એવું લાગે છે કે બાળક હમણાં પડી જશે. હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકોએ ઘરમાં નાનાં બાળકો હોય ત્યારે વધુ કૅરફુલ રહેવું જોઈએ એવી સલાહ અનેક લોકોએ આપી છે.