ભારે વરસાદ અને પવન ફૂંકાતાં વર્લ્ડ કપ માટે મૂકેલા જાયન્ટ ફુટબૉલે ટ્રાફિક જૅમ કરી નાખ્યો

27 June, 2026 01:17 PM IST  |  El Salvador | Gujarati Mid-day Correspondent

આ ફુટબૉલ કાર અને ટેમ્પોની સાઇઝ કરતાં પણ મોટો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અલ સૅલ્વેડોર દેશના સૅન સૅલ્વેડોર શહેરમાં અચાનક ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને કારણે ફુટબૉલ વર્લ્ડ કપના માહોલમાં ભંગાણ પડ્યું હતું. શહેરમાં ઠેર-ઠેર સજાવવામાં આવેલા જાયન્ટ ફુટબૉલના સિમ્બૉલ્સમાંથી એક ફુટબૉલ છૂટો પડીને મુક્ત થઈને રોડ પર લહેરાવા લાગ્યો હતો. આ ફુટબૉલ કાર અને ટેમ્પોની સાઇઝ કરતાં પણ મોટો હતો અને રોડ પર આવી જવાથી કારો અટવાઈ ગઈ હતી.

fifa world cup viral videos offbeat news international news news