23 November, 2025 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુકેમાં આર્ટિસ્ટ દ્વારા લાંબી સળીઓ પર બે તરફ ગુટકાનાં પૅકેટ ચીપકાવીને સ્ટિક તૈયાર કરવામાં આવી છે જેને બુકે તરીકે ગોઠવીને આપવામાં આવી છે.
જુવાનિયાઓ પ્રેમમાં પડે ત્યારે એકબીજાને ગમે એ બધું જ કરવા તૈયાર થઈ જાય. જોકે એમાં પરસ્પરની ખોટી આદતોને પણ પંપાળવાની? આવો જ સવાલ થશે જ્યારે ધ કૅરલા ગર્લ નામના અકાઉન્ટ પરથી એક આર્ટિસ્ટે શૅર કરેલો વિડિયો જોશો. આ વિડિયોમાં આર્ટિસ્ટ કહે છે કે તેને એક અનોખો બુકે બનાવવાનો ઑર્ડર મળ્યો છે. કસ્ટમરનું કહેવું છે કે તેના બૉયફ્રેન્ડને ચોક્કસ બ્રૅન્ડના ગુટકા બહુ ભાવે છે એટલે તેને એનો જ બુકે બનાવીને આપવો છે. બુકેમાં આર્ટિસ્ટ દ્વારા લાંબી સળીઓ પર બે તરફ ગુટકાનાં પૅકેટ ચીપકાવીને સ્ટિક તૈયાર કરવામાં આવી છે જેને બુકે તરીકે ગોઠવીને આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે પોસ્ટમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે ‘ટબૅકો વાપરવાથી કૅન્સર થાય છે. તમારે પણ જો કોઈ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય જેને તમે નરકમાં મોકલવા માગતા હો તો ઑર્ડર કરો.’