05 May, 2026 12:01 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
બકરીઓ આ વર્ટિકલ સ્ટ્રક્ચર પર ચાલીને ઉપરના માળે જાય છે
પશુઓને પણ છાંયડો મળે અને તેમને રહેવા માટે અલાયદું ઘર હોય એવી ભાવનાથી અનેક દેશોમાં શેડ્સ બનાવવામાં આવે છે. અમેરિકામાં બકરીઓ માટે ખાસ ટાવર બનાવવામાં આવ્યો છે. એમાં ઢોળાવવાળા રૅમ્પ પરથી ચાલીને બકરી ઉપરના માળે જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટાવરમાં ત્રણથી વધુ માળ હોય છે. બકરીઓ આ વર્ટિકલ સ્ટ્રક્ચર પર ચાલીને ઉપરના માળે જાય છે. જોકે આવા ટાવરનો ઉપયોગ ખરેખર પ્રાણીઓ કરતા નથી હોતાં. એમ છતાં ખેતરોમાં સજાવવા માટેના આર્કિટેક્ચર તરીકે આવા ગોટ-ટાવર્સ બને છે.