24 October, 2021 01:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રોટલી બનાવતી દુલ્હન અને રોટલી શેકતો વરરાજા
લગ્ન પછીની વિધિમાં નવવધૂની વ્યવહારકુશળતા ચકાસવા માટે પહેલી રસોઈ નામની એક વિધિ કરવામાં આવતી હોય છે, જેનો મૂળ હેતુ નવવધૂને રસોઈઘરથી પરિચિત કરવા તેમ જ સાસરિયાંઓના મનમાં સ્થાન પામવામાં સહાયક થવાનો હોય છે. સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં નવવધૂ રોટલી વણવાની કોશિશ કરતી જોવા મળે છે. જ્યારે તે રોટલી શેકવા તવા પર નાખે છે ત્યારે પરિવારના લોકો હર્ષની ચિચિયારી પાડે છે, જે જોઈને બાજુમાં બેઠેલો તેનો વર ખુશી અને શરમથી હસવા માંડે છે અને તવા પર મૂકેલી રોટલી શેકે પણ છે. નેટિઝન્સે આ વિડિયોને ખૂબ વખાણ્યો છે.