એક તરફ પતિની સ્મશાનમાં ચિતા સળગી રહી હતી અને પત્નીએ હૉસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો

05 April, 2026 12:24 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

એક તરફ સુમિતની અંતિમયાત્રા સ્મશાન પહોંચી અને બીજી તરફ તેની પત્નીએ હૉસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો.

પતિ અને પત્ની

ક્યારેક જીવનમાં એવી કરુણતા સર્જાય છે કે એ ઘટનાની કલ્પના પણ કમકમાવી દે છે. ગુડગાંવમાં રહેતા એક સિક્યૉરિટી ગાર્ડ સુમિતનું અચાનક ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું ત્યારે તેની પત્ની પૂરા મહિનાની પ્રેગ્નન્ટ હતી. પત્નીને ગમે ત્યારે પ્રસવની પીડા ઊપડી શકે એમ હોવાથી સુમિત હૉસ્પિટલમાં લઈ જવાની તૈયારીરૂપે પોતાની બાઇકમાં પેટ્રોલ ભરાવવા ગયો હતો. જોકે પેટ્રોલ ભરાવીને તે પાછો આવી રહ્યો હતો ત્યારે સાઉથ પેરિફેરલ રોડ પર તેજ ગતિથી દોડી રહેલી એક ટ્રકની અડફેટે તેની બાઇક આવી ગઈ. ગંભીર રીતે ઘાયલ સુમિતને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો, પરંતુ બુધવારે રાતે જ તેનું મૃત્યુ થઈ ગયું. ગુરુવારે સુમિતના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ પત્નીને પ્રસવની પીડા ઊપડી. એક તરફ સુમિતની અંતિમયાત્રા સ્મશાન પહોંચી અને બીજી તરફ તેની પત્નીએ હૉસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો.

offbeat news national news india