૧ લાખ રૂપિયાથી ઓછી કિંમતના સ્કૂટર પર ૧૦ લાખ રૂપિયાનાં ૯૬ ચલાન

07 August, 2026 01:28 PM IST  |  Gurugram | Gujarati Mid-day Correspondent

ગુરુગ્રામમાં રૂટીન ચેકિંગ દરમિયાન પોલીસે 96 પેન્ડિંગ ચલાન ધરાવતું સ્કૂટર જપ્ત કર્યું. એક લાખથી ઓછી કિંમતના સ્કૂટર પર લગભગ 10 લાખ રૂપિયાનો દંડ બાકી હોવાનું સામે આવ્યું.

૧ લાખ રૂપિયાથી ઓછી કિંમતના સ્કૂટર પર ૧૦ લાખ રૂપિયાનાં ૯૬ ચલાન

ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે એક એવું સ્કૂટર જપ્ત કર્યું છે જેની મૂળ કિંમત ૧ લાખ રૂપિયાથી પણ ઓછી છે, પરંતુ એના પર ૯૬ ચલાન પેન્ડિંગ છે. આ માટે સ્કૂટરમાલિકે લગભગ ૧૦ લાખ રૂપિયાનો દંડ ભરવો પડે એમ છે. ટ્રાફિક પોલીસની ટીમે મંગળવારે રૂટીન તપાસ દરમ્યાન આ ટૂ-વ્હીલર જપ્ત કર્યું હતું. સ્કૂટરમાલિક પાસે આ વાહનના ડૉક્યુમેન્ટ્સ પણ નહોતા. તપાસ કરતાં ખબર પડી હતી આ વાહન પર ૯૬ ચલાન છે. એમાંથી ૧ ચલાન ઈ-ચલાન મશીન દ્વારા અને બાકીનાં ૯૫ ચલાન કૅમેરા આધારિત મશીન દ્વારા જનરેટ થયાં છે. મોટા ભાગનાં ચલાનમાં હેલ્મેટ વિના વાહન ચલાવવું, વીમો ન હોવો, પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ ન હોવું જેવાં ઉલ્લંઘનો નોંધાયાં છે. 

gurugram haryana news offbeat news hatke news