પત્નીએ કહ્યું કે પતિ સાથે નહીં રહું, હાઈ કોર્ટે બૉયફ્રેન્ડ સાથે રહેવાની પરવાનગી આપી

07 April, 2026 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટમાં યુવતીએ કહ્યું કે તે પોતાનાથી ૨૧ વર્ષ મોટા પતિ સાથે સુખમય લગ્નજીવન નહીં ચલાવી શકે એટલે તેને પોતાની મરજીથી પ્રેમી સાથે રહેવાની પરવાનગી મળવી જોઈએ.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ગ્વાલિયર બેન્ચે એક કેસની સુનાવણીમાં ૧૯ વર્ષની યુવતીને તેના પ્રેમી સાથે રહેવાની અનુમતિ આપી હતી. કોર્ટમાં યુવતીએ કહ્યું કે તે પોતાનાથી ૨૧ વર્ષ મોટા પતિ સાથે 
સુખમય લગ્નજીવન નહીં ચલાવી શકે એટલે તેને પોતાની મરજીથી પ્રેમી સાથે રહેવાની પરવાનગી મળવી જોઈએ. નવાઈની વાત એ છે કે યુવતીની સ્વતંત્ર ઇચ્છાને પ્રાથમિકતા આપતાં કોર્ટે અનુમતિ આપી હતી કે તે બૉયફ્રેન્ડ સાથે રહી શકે છે અને છ મહિના સુધી તેની નિગરાની માટે ‘શૌર્યાદીદી’ની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

madhya pradesh national news offbeat news social media relationships