પૂજા કરવા માટે આવેલી મહિલાએ ઘંટ વગાડતાં જ કરન્ટથી મરી ગઈ

07 April, 2026 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘંટને અડતાં જ કરન્ટથી પુષ્પાબહેન એટલાં દૂર ફેંકાયાં કે ત્યાં ને ત્યાં જ માથામાં વાગવાથી મૃત્યુ પામ્યાં હતાં. 

પૂજા કરવા માટે આવેલી મહિલાએ ઘંટ વગાડતાં જ કરન્ટથી મરી ગઈ

આગરા પાસેના દારાપુરા ગામમાં હૃદય હચમચાવી દે એવી એક ઘટના ઘટી. એક મહિલા શિવાલયમાં પૂજા કરવા આવી હતી, પરંતુ ઘંટ વગાડતાં જ હાઈ-વૉલ્ટેજ કરન્ટ લાગતાં તે મૃત્યુ પામી હતી. વાત એમ હતી કે મંદિરની ઉપરથી જ ૧૧,૦૦૦ વૉલ્ટનો હાઈ-ટેન્શન વાયર પસાર થઈ રહ્યો હતો. આ વાયર થોડોક નીચો થઈ જતાં મંદિરની છત પર લાગેલા ત્રિશૂળને ટચ થઈ ગયો હતો. એને કારણે ત્રિશૂળના સળિયાની પાસે જ લોખંડની સાંકળ સાથે બાંધેલા ઘંટમાં પણ હાઈ-વૉલ્ટેજ કરન્ટ પસાર થવા લાગ્યો હતો. જ્યારે આ કરન્ટ પસાર થયો એ જ વખતે ૪૯ વર્ષનાં પુષ્પાબહેન મંદિરમાં દર્શન કરવા આવ્યાં. ભગવાનને નમન કરીને તેમણે ઘંટ વગાડ્યો. ઘંટને અડતાં જ કરન્ટથી પુષ્પાબહેન એટલાં દૂર ફેંકાયાં કે ત્યાં ને ત્યાં જ માથામાં વાગવાથી મૃત્યુ પામ્યાં હતાં. 

offbeat news national news agra uttar pradesh hinduism