09 December, 2025 02:25 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
દુર્ઘટનાસ્થળ
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે બપોરે લગભગ બે વાગ્યે એક લગ્નનો ઉત્સવ આઘાતમાં ફેરવાઈ ગયો હતો. ગામના કાચા ઘરના ધાબા પર લગ્ન-સમારોહ ચાલી રહ્યો હતો. વીસ-પચીસ મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રહી હતી. જોકે ઘર કાચું હતું અને ઉત્સવને કારણે લોકોનો ધસારો અને નૃત્યના ધબધબાટને કારણે ધાબાનો કાચો સ્લૅબ પડી ભાંગ્યો હતો.
વીસ-પચીસ મહિલાઓ ધાબા પરથી નીચે પટકાઈ હતી. કેટલીક મહિલાઓ કાટમાળમાં ફસાઈ જતાં ગંભીર ઈજા પામી હતી. એ પછી તેમને તરત જ હૉસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.