ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપનો AI હવે આપશે હિન્દીમાં જવાબ

25 July, 2024 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટા AIને શબ્દોમાં કહેવાનું રહેશે અને એ શબ્દો પરથી ફોટો બની શકશે.

પ્રતીકાત્મક તસવીર

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં હિન્દી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ મેટા કંપની હેઠળ કાર્યરત છે. મેટા દ્વારા થોડા સમય પહેલાં AI ફીચરને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરમાં હવે ઇંગ્લિશની સાથે ટોટલ સાત ભાષા સપોર્ટ કરે છે. આ નવી ઉમેરેલી ભાષામાં હિન્દી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગીઝ અને સ્પૅનિશ ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સઍપના યુઝર્સ ઍપ્લિકેશનમાં જ દરેક પ્રકારના સવાલનો જવાબ મેળવી શકશે. આ માટે હવે યુઝરે ગૂગલ કરવાની જરૂર નહીં પડે. આ સાથે જ AIમાં ઇમૅજિનેશન ઇન્ટુ ઇમેજિસ ફીચર પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર પોતાના ઇમૅજિનેશનનો ઉપયોગ કરીને ફોટો બનાવી શકે છે. આ માટે તેમણે મેટા AIને શબ્દોમાં કહેવાનું રહેશે અને એ શબ્દો પરથી ફોટો બની શકશે.

offbeat news instagram whatsapp facebook ai artificial intelligence life masala