આ લક્ઝરી ટૉઇલેટ કમોડ પર બેસીને ઘોડેસવારી કરતા હો એવું લાગશે

14 April, 2026 08:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરે શૅર કરેલું ટૉઇલેટનું કમોડ ભલભલાની આંખો પહોળી કરી દે એવું છે. આ ટૉઇલેટને સ્ટૅલિયન સીટ નામ અપાયું છે. એમાં કમોડની આગળની તરફ ઘોડાનો ગળાનો ભાગ એક્સ્ટેન્ડ કરીને બનાવવામાં આવ્યો છે.

આ લક્ઝરી ટૉઇલેટ કમોડ પર બેસીને ઘોડેસવારી કરતા હો એવું લાગશે

સોશ્યલ મીડિયા પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરે શૅર કરેલું ટૉઇલેટનું કમોડ ભલભલાની આંખો પહોળી કરી દે એવું છે. આ ટૉઇલેટને સ્ટૅલિયન સીટ નામ અપાયું છે. એમાં કમોડની આગળની તરફ ઘોડાનો ગળાનો ભાગ એક્સ્ટેન્ડ કરીને બનાવવામાં આવ્યો છે. પીઠ પર જ્યાં બેસવાનું હોય ત્યાં કમોડનું કાણું છે. પાછળની ટાંકીમાં પૂંછડી પણ સ્પષ્ટ દેખાય છે. આવું ટૉઇલેટ રોજબરોજની જરૂરિયાતને એકદમ શાનદાર બનાવી દે છે. કેટલાક લોકોને આ કમોડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી તૈયાર કરેલું હોય એવું લાગે છે. જોકે શૅર કરનાર વ્યક્તિનું કહેવું છે કે આ ખરેખર ક્રીએટિવ બાથરૂમનો ઑપ્શન છે જે અનેક લોકોએ અપનાવ્યો પણ છે. આ એવી સીટ છે જેના પર બેસીને તમે સાચકલા હૉર્સપાવરને મહેસૂસ કરી શકો છો.

social media national news international news world news offbeat news