બૅન્ગલોરમાં પતિએ પત્ની પર કરી જાતીય શોષણ અને માનસિક ઉત્પીડનની ફરિયાદ

31 March, 2026 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જાતીય શોષણની ફરિયાદ મોટા ભાગે પત્નીઓ દ્વારા પતિ વિરુદ્ધ થતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જાતીય શોષણની ફરિયાદ મોટા ભાગે પત્નીઓ દ્વારા પતિ વિરુદ્ધ થતી હોય છે, પરંતુ બૅન્ગલોરમાં એક પતિએ પોતાની પત્ની પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પતિએ પોલીસમાં ફરિયાદ લખાવી છે કે પત્નીની જાતીય ડિમાન્ડ ખૂબ વધારે છે. તે અશ્લીલ વિડિયો મોકલીને મને માનસિક રીતે પ્રતાડિત કરે છે. એ હવે અસહ્ય થઈ ગયું છે. પત્ની મને તેની સહેલીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે. જ્યારે હું તેની જાતીય માગણીઓને નથી માનતો ત્યારે તે મને માનસિક રીતે ખૂબ હેરાન કરે છે. અશ્લીલ વિડિયો બતાવીને મને એવું કરવા માટે મજબૂર કરે છે.’

પતિએ ફરિયાદમાં કહ્યું હતું કે પત્નીના લગ્ન પહેલાં પણ અન્ય સંબંધો હતા. એ સંબંધો વિશેની વાતો અત્યારે મને કહીને માનસિક રીતે પરેશાન કરે છે. તેનું કહેવું છે કે દારૂ પીને દોસ્તો સાથે ફરવાનું આજના જમાનામાં સામાન્ય છે. જ્યારે હું જાતીય સંબંધ બાંધવા સહમત નથી થતો ત્યારે તે મને ઉશ્કેરવા માટે ખૂબ પરેશાન કરે છે. આ ફરિયાદ સામાન્ય કરતાં ખૂબ જુદી છે અને પોલીસે એના પર તપાસ કરવા માટે પત્નીને બોલાવીને પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે.

national news india offbeat news bengaluru