હૈદરાબાદમાં સ્કૂટી ચોરાઈ ગયા પછી ચલાન કપાયું, એમાં લગાવેલી તસવીરથી ચોર પકડાઈ ગયો

11 April, 2026 01:10 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

પોતાના વાહનનું ચલાન કપાય એ કોઈને ન ગમે, પરંતુ હૈદરાબાદમાં એક સ્કૂટી-માલિકને તો ચલાન કપાવાથી ચોરાયેલી સ્કૂટી પાછી મળી ગઈ. વાત એમ છે કે ફૈસલ રહમાન નામના ભાઈની સ્કૂટી ૩ મહિના પહેલાં ચોરાઈ ગઈ હતી.

હૈદરાબાદમાં સ્કૂટી ચોરાઈ ગયા પછી ચલાન કપાયું, એમાં લગાવેલી તસવીરથી ચોર પકડાઈ ગયો

પોતાના વાહનનું ચલાન કપાય એ કોઈને ન ગમે, પરંતુ હૈદરાબાદમાં એક સ્કૂટી-માલિકને તો ચલાન કપાવાથી ચોરાયેલી સ્કૂટી પાછી મળી ગઈ. વાત એમ છે કે ફૈસલ રહમાન નામના ભાઈની સ્કૂટી ૩ મહિના પહેલાં ચોરાઈ ગઈ હતી. તેણે તરત જ નજીકના પોલીસ-સ્ટેશનમાં જઈને એની ફરિયાદ પણ લખાવી હતી. ફૈસલે સોશ્યલ મીડિયા પર તાજેતરમાં લખ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેને ખોવાયેલી સ્કૂટીનું ચલાન કપાયું છે એવો મેસેજ મળ્યો. એ મેસેજની સાથે સ્કૂટીચાલકનો ફોટો પણ હતો. સ્વાભાવિક છે એના પર જે માણસ બેઠો હશે તે જ સ્કૂટીની ચોરીમાં સંકળાયેલો હોવો જોઈએ. તે તરત જ આ તસવીર સાથે પેલા પોલીસ-સ્ટેશન પહોંચ્યો જ્યાં તેણે વાહન ખોવાયાની ફરિયાદ લખાવી હતી. તેણે ફરિયાદની કૉપી પણ શૅર કરી જે ૨૪ જાન્યુઆરીની તારીખ ધરાવે છે. ટ્રાફિક-પોલીસવાળા આ દંડ કોની પાસેથી વસૂલ કરશે? ચોર પાસેથી કે પછી એના અસલી માલિક પાસેથી? પોલીસે કહ્યું કે આ તસવીર પરથી સ્કૂટી કોઈ ત્રીજા માણસ પાસે છે એ ખબર પડે છે, પરંતુ તે જ ચોર છે કે પછી તેણે ચોર પાસેથી આ વાહન ખરીદેલું છે એ ખબર નથી પડતી. આવા સંજોગોમાં અસલી ચોરને પકડવાનું અઘરું છે. સોશ્યલ મીડિયા પર એક ડિમાન્ડ ઊઠી છે કે ચોરી થયેલાં કે ગુમ થયેલાં વાહનોને સિસ્ટમમાંથી હટાવવાનો કોઈ વિકલ્પ હોવો જોઈએ.

offbeat news hyderabad national news india Bharat