ફુટબૉલ વર્લ્ડ કપ થીમની કાર ફરતી જોવા મળી હૈદરાબાદમાં

19 July, 2026 12:53 PM IST  |  હૈદરાબાદ | Gujarati Mid-day Correspondent

અતરંગી આકારોમાં કાર બનાવવા માટે જાણીતા હૈદરાબાદના કાર-ડિઝાઇનર સુધાકર યાદવે ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં ગઈ કાલે તેમના કાર મ્યુઝિયમમાં વિશ્વકપની થીમવાળી એક નવી સૉકર બૉલ કાર લૉન્ચ કરી હતી. સુધાકરે ફુટબૉલના આકારમાં કાર બનાવી હતી.

ફુટબૉલ વર્લ્ડ કપ થીમની કાર ફરતી જોવા મળી હૈદરાબાદમાં

અતરંગી આકારોમાં કાર બનાવવા માટે જાણીતા હૈદરાબાદના કાર-ડિઝાઇનર સુધાકર યાદવે ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં ગઈ કાલે તેમના કાર મ્યુઝિયમમાં વિશ્વકપની થીમવાળી એક નવી સૉકર બૉલ કાર લૉન્ચ કરી હતી. સુધાકરે ફુટબૉલના આકારમાં કાર બનાવી હતી. આ કારને તેમણે કૅનેડાનું રાષ્ટ્રીય પ્રતીક ગણાતા મેપલનાં પત્તાં અને ફુટબૉલ વર્લ્ડ કપના લોગોથી સજાવી છે. ગઈ કાલે તેઓ હૈદરાબાદના બહાદુરપુર ક્રૉસ રોડ પાસે આવેલા તેમના સુધા કાર મ્યુઝિયમની બહાર આ કાર લઈને ફરતા જોવા મળ્યા હતા. 

hyderabad fifa world cup football sports sports news offbeat news