✕

સ્પેસમાં વ્હિસ્કી બનાવવામાં આવે તો એનો સ્વાદ કેવો હોય?

11 October, 2026 03:21 PM IST  |  Scotland | Gujarati Mid-day Correspondent

સ્કૉટલૅન્ડ અને જપાનના એન્જિનિયરો હવે સ્પેસમાં ગુરુત્વાકર્ષણ ન હોય એવી જગ્યાએ વ્હિસ્કીનું એજિંગ કરવાનો પ્રયોગ કરવાના છે.

વ્હિસ્કીનું એજિંગ કરવાનો પ્રયોગ

સ્કૉટલૅન્ડ અને જપાનના એન્જિનિયરો હવે સ્પેસમાં ગુરુત્વાકર્ષણ ન હોય એવી જગ્યાએ વ્હિસ્કીનું એજિંગ કરવાનો પ્રયોગ કરવાના છે. આ માટે વૈજ્ઞાનિકો ૨૦૨૮માં એક સ્પેશ્યલ નાનો ઉપગ્રહ સ્પેસમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે. એ સૅટેલાઇટની સાથે વ્હિસ્કીની બૉટલોમાં લાકડાના ટુકડા સાથે મૂકવામાં આવશે. આ મિશનનું નામ છે સ્પેસ પફિન. સૅટેલાઇટ પર વ્હિસ્કીના સૅમ્પલની સાથે એ બનાવવામાં વપરાતી કાચી સામગ્રીઓને બૉટલમાં ભેગા કરીને રાખવામાં આવશે. મોટા અને ભારે લાકડાના બૅરલને બદલે નાના કન્ટેનરમાં વ્હિસ્કી બનાવવામાં આવશે. સ્કૉટલૅન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ડૉ. ગાઇલ્સ બૅલેટના નેતૃત્વમાં થઈ રહેલા આ અભ્યાસમાં એવી આશા સેવાઈ રહી છે કે સ્પેસમાં વ્હિસ્કીનું એજિંગ વધુ સારી ફ્લેવરવાળું હશે. 

offbeat news scotland japan food and drink