25 February, 2025 07:12 AM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગઈકાલે 23 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનને વર્ષો સુધી યાદ રહે તેવી હારનો સ્વાદ ચાખડ્યો હતો. પાકિસ્તાન ભારત સામે મૅચ હારી જાય તો ભારતીય ચાહકોમાં ખુશી તો પાકિસ્તાનના ચાહકોમાં એટલો બધો ગુસ્સો જોવા મળે છે કે તેઓ પોતાના ટીવી તોડી નાખે છે. ગઈકાલની મૅચ બાદ પાડોશીઓની એવી જ હાલત થઈ હતી અને તેમના ટીવી તોડવાના વીડિયો ફરી એક વખત લોકોનું મનોરંજન કરી રહ્યા છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પાંચમી મૅચ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાની ટીમ માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ મૅચ ખૂબ જ મહત્ત્વની હતી. પરંતુ રિઝવાન અને તેની ટીમ છ વિકેટના મોટા માર્જિનથી હારી ગઈ હતી. જે બાદ પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પ્રખ્યાત યુટ્યુબર શોએબ ચૌધરીએ લોકો સાથે વાત કરતી વખતે એક વીડિયો શૅર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ક્રિકેટ ચાહકો ગુસ્સામાં પોતાનું ટીવી તોડતો જોવા મળી રહ્યા છે.
રીઅલ એન્ટરટેઈનમેન્ટ ટીવી નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા વીડિયોમાં શોએબને એમ કહેતા સાંભળી શકાય છે કે, `ભાઈ, એક મિનિટ મારી વાત સાંભળો.` શું થયું તને? એક મિનિટ રાહ જુઓ, અરે, એક મિનિટ મારી વાત સાંભળો. શું થયું છે. શું થયું છે? આ રીતે ના કરો. બસ... બસ... આ રીતે ના કરો. અહીં કેટલા લોકો ઉભા છે? તે એક તમાશો બની જશે. તમને દુઃખ થશે.
વીડિયોમાં યુવકે લાકડી વડે માર મારીને ટીવી તોડી નાખ્યું
પોસ્ટ કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શોએબ ચૌધરી લોકોને વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, તે યુવક તેની વાત સાંભળતો નથી અને આંખના પલકારામાં તે લાકડીથી મારીમારીને ટીવી તોડી નાખે છે. આ સમય દરમિયાન તેના દાદા પણ આ કામમાં મદદ કરતા દેખાઈ રહ્યા. વૃદ્ધે ટીવી પર પોતાનો ગુસ્સો લાકડીથી નહીં પણ ઈંટથી મારીને વ્યક્ત કર્યો હતો.
એક યુવક પણ શોએબ ચૌધરી પર ગુસ્સે થયો
એટલું જ નહીં, જ્યારે શોએબ ચૌધરી ત્યાં હાજર લોકોને મૅચના પરિણામ પર તેમનો અભિપ્રાય પૂછી રહ્યો હતો. તે દરમિયાન પણ તે માણસ ગુસ્સાથી ગુસ્સે ભરાયેલો જોવા મળ્યો. તેણે વારંવાર શોએબને કઠોર શબ્દોમાં સૂચના આપી કે તે ક્યાંક દૂર જઈને વીડિયો શૂટ કરે. યુવકનો ગુસ્સો જોઈને પાકિસ્તાની યુટ્યુબરે પણ પોતાનું સ્થાન બદલી નાખ્યું. જોકે એક વાત તો નક્કી છે કે દુબઈથી જ્યારે પણ પાકિસ્તાનની ટીમ પરત ફરશે તો ત્યાંની જનતાના આક્રોશનો સામનો તેમને કરવો પડશે.