✕

મેડિકલ સ્ટુડન્ટે બનાવ્યો ફાસ્ટેસ્ટ લિમ્બો સ્કેટિંગનો વર્લ્ડ રેકૉર્ડ, ૬.૮૬ સેકન્ડમાં કાપ્યું ૫૦ મીટર અંતર

18 November, 2026 02:48 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

તેણે કારની નીચેથી સૌથી લાંબું અંતર લિમ્બો સ્કેટિંગ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ વખતે તેણે જમીનની લગોલગ સૂઈને ૫૦ મીટર સુધી મૂકેલા પોલ્સની વચ્ચેનું અંતર માત્ર ૬.૮૬ સેકન્ડ્સમાં પાર કર્યું હતું. આ પહેલાંનો તેનો રેકૉર્ડ ૭.૨૫ સેકન્ડનો હતો.

સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્માએ બનાવ્યો સ્કેટિંગમાં નવો રેકોર્ડ

મહારાષ્ટ્રના ઉમરેડમાં રહેતી સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્મા નામની યુવતી બાળપણથી જ લિમ્બો સ્કેટિંગમાં માસ્ટર છે. તે જ્યારે ૮-૧૦ વર્ષની હતી ત્યારથી સ્કેટિંગમાં અનોખા રેકૉર્ડ બનાવતી રહી છે. રોલર સ્કેટ્સમાં અનેક રેકૉર્ડ્સ ધરાવતી સૃષ્ટિ ભણવામાં પણ હોંશિયાર છ. હાલમાં નાગપુરની ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાં ભણતી સૃષ્ટિએ પોતાનો જ જૂનો રેકૉર્ડ તોડીને નવો બનાવ્યો હતો. તેણે કારની નીચેથી સૌથી લાંબું અંતર લિમ્બો સ્કેટિંગ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ વખતે તેણે જમીનની લગોલગ સૂઈને ૫૦ મીટર સુધી મૂકેલા પોલ્સની વચ્ચેનું અંતર માત્ર ૬.૮૬ સેકન્ડ્સમાં પાર કર્યું હતું. આ પહેલાંનો તેનો રેકૉર્ડ ૭.૨૫ સેકન્ડનો હતો.

guinness book of world records sports nagpur india offbeat news maharashtra